છબછબિયા
છબછબિયા
ઊછળકૂદ એ બાળકનો મૂળભૂત સ્વભાવ અને અંગત પોતીકો અધિકાર છે, જે છીનવાઈ જવો ના જોઈએ. કૂદમકૂદ કરતું બાળક ખરેખર પોતાની દુનિયામાં જ મસ્ત હોય છે. એની મસ્તીમાં મસ્ત એ જ ખરા અર્થમાં સારા બાળકની પહેચાન છે અને એ જ એની સાચુકલી દુનિયા છે. પોતાની મસ્તીમાં મસ્ત રહેનારો પ્રત્યેક બાળક એક "સૂફી" સમાન છે. કેમ કે આ અવસ્થા દરમિયાન બાળક પ્રભુની સાવ નિકટ હોય છે. તેનામાં હોય છે માત્ર નિખાલસતા અને આશ્ચર્ય. માટે આ અવસ્થા દરમિયાન પ્રાપ્ત થયેલ મુક્તતા તેને ઘણું બધુ શીખવી જાય છે.